હું ને જિંગૂ છાનામાના કાતરીયામાં પેઠા

મારો જિંગૂ એ જ રમેશ પારેખ નો ચંદુ

હું ને જિંગૂ છાનામાના કાતરીયામાં પેઠા
લેસન પડતું મુકી ફિલમ ફિલમ રમવા બેઠા

મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઇ લુંગી
પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મુંગી

દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ

જિંગૂ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડુ ત્યારે જોવા આવે છે જિંગૂ

કાતરીયામાં છુપાઇને બેઠી તી બિલ્લી એક
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક

ઉંદરડી છટકી ને બિલ્લી જિંગૂ ઉપર આવી
બિક લાગતા જિંગૂડીયાએ બુમાબુમ ચગાવી

દોડમ દોડ ઉપર આવી પહોચ્યા મમ્મી પપ્પા
જિંગૂડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા

Leave a comment